જગન્નાથ પુરીના શંકરાચાર્ય અને મોરારિબાપુ વચ્ચે મુલાકાત
જગન્નાથ પુરીના શંકરાચાર્ય અને મોરારિબાપુ વચ્ચે મુલાકાત
Friday 28th November 2014 05:11 EST
જગન્નાથ પુરી પીઠના શંકરાચાર્ય જગદ્ ગુરુ નિશ્ચલાનંદ સરસ્વતી ભાવનગરમાં તિલકનગર ખાતે કમલેશભાઈ ત્રિવેદીના નિવાસસ્થાને પધાર્યા હતા. આ રોકાણ દરમિયાન ૨૭ નવેમ્બરે રામકથાકાર પૂ. મોરારિબાપુએ પણ જગદ્ ગુરુની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બન્ને સંતો વચ્ચે ધર્મ બાબતે ચર્ચા થઈ હતી.