રાજકોટઃ હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી યુવતી વૈશાલી પ્રેમજીભાઇ ખોખરે ચોથીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. સિવણકામ કરીને પરિવારને મદદરૂપ થતી આ યુવતીની સગાઇ ત્રણેક માસ પહેલાં લોધીડા ગામે કરી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીએ લખેલી સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, ભાઇને મારી નાંખવાની ધમકી આપીને બળજબરીથી પ્રેમજાળમાં ફસાવીને જમીલ બસીરભાઇ સોલંકી દ્વારા હેરાનગતિ થતાં તે અંતિમ પગલું લઈ રહી છે. જમીલ સોલંકીએ તેને બળજબરીથી પ્રેમજાળમાં ફસાવી હોવાનું અને આ લોકોને છોડતા નહીં, ભગવતી હોલ પાસે બેસીને તે આવો જ ધંધો કરે છે તેવું અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું હતું. આ નોટ પરથી લવ જેહાદ જેવો કિસ્સો બહાર આવ્યો હતો. જાણવા મળ્યું હતું કે મૃતક યુવતી અને તેના પરિવારજનો અગાઉ શિવપરામાં રહેતા હતાં. ત્યારે બે વર્ષ પહેલાં વૈશાલી તેની બહેનપણી સાથે મહેંદી મૂકવા માટે ગઇ હતી. તે પછી એ જ વિસ્તારમાં રહેતો જમીલ સોલંકી તેના પ્રેમમાં પડ્યો હતો અને યુવતીને ફસાવી હતી.
જમીલ અગાઉ પરિવાર સાથે રૈયા રોડ પરના ભગવતી હોલ પાસેના શિવપરામાં રહેતો હતો અને યુવતીની સાથે પ્રેમ હોવાનું કહેતો રહેતો હતો. યુવતી તેની પ્રેમજાળમાં ન ફસાતાં યુવતીના ભાઈને મારી નાંખવાની ધમકી જમીલે આપી હોવાનું યુવતીએ જણાવતાં હાલમાં લાખાજીરાજ સોસાયટીમાં રહેતાં જમીલ બસીરભાઇ સોલંકી અને તેની માતા અસ્માબહેનની ધરપકડ કરવામાં આવી હતી. માત પુત્રને મદદ કરનાર વકીલ અને મિત્રની શોધ આદરવામાં આવી છે. પકડાયેલ માતા-પુત્રને કોર્ટમાં રજૂ કરીને છ દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા હતાં.