વેરાવળમાં મોટી શાક માર્કેટમાં આવેલા જલારામ મંદિરે પોષી પૂનમને દિવસે જલારામબાપાને ૨૫ વિવિધ પ્રકારના રોટલાઓનો અનોખો મનોરથ કરાયો હતો. મનોરથમાં જલારામબાપાને ૨૫ પ્રકારના કુલ ૨૫૧ જેટલા રોટલા ધરવામાં આવ્યા હતા. આ જ દિવસે રાત્રે મંદિરે ધૂન-ભજનની સાથે આરતી કરાઈ હતી. આ મનોરથ વર્તમાન કોવિડની ગાઈડલાઇન્સ મુજબ યોજવામાં આવ્યો હતો.