યુકેમા વસતા અનેક સતવારા સમાજ માટે ખુબ જ આનંદના સમાચાર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારી તું નારાયણી વિચારને સાર્થક કરતા અનેક મહિલાઓને મેયર અને પ્રમુખપદ આપી સત્કાર્યા છે. તેના ભાગ રૂપે જામ ખંભાળિયા શહેરના નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રીમતી ભાવનાબેન જીજ્ઞેશભાઈ પરમારની વરણી કરવામાં આવી છે. ભાવનાબહેન ખંભાળિયાના ભુતપૂર્વ ધારાસભ્ય સ્વ. મેધજીભાઈ કણઝારીયાના ભાણેજ અને મૂળીબેન તથા ગોવિંદભાઈ નકુમના દીકરી અને ખંભાળિયા શહેર ભાજપ મંત્રી જીજ્ઞેશ પરમારના પત્ની છે. ભાવનાબહેન એક ખૂબ જ પવિત્ર અને બહાદુર સ્ત્રી છે. શહેરને ખૂબ જ સક્ષમ પ્રમુખ મળ્યા છે. ખંભાળિયાની બહેનો માટે પણ આનંદ અને ગૌરવની ઘટના છે. જામ ખંભાળિયાની પ્રજા ભાવનાબહેન પર ખૂબ અભિનંદન વરસાવી રહી છે. યુકેમા જામ ખંભાળિયા શહેરના અનેક રહેવાસીઓ વસે છે, તેમા સતવારા સમાજનો પણ સમાવેશ થાય છે. (તસવીર-અહેવાલઃ વિનુ સચાણીયા ગજ્જર)