જામકંડોરણાના સાતોદડ પાસે ૪૫ વર્ષ જૂનો પૂલ ધરાશાયી

Wednesday 26th June 2019 07:21 EDT
 
 

જામકંડોરણા: જામનગર-જૂનાગઢ હાઈવે પર જામકંડોરણાના સાતોદડ ગામ પાસે વર્ષો જૂનો પુલ ૧૯મીએ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જોકે, સદનસીબે દિવસે પુલ તૂટ્યો અને કોઈ પણ વાહન પુુલ પરથી પસાર નહોતું એટલે ગંભીર દૂર્ઘટના ટળી ગઈ હતી. પુલ તૂટતાં અનેક વાહનો ચાલકો હાઈવે પર ફસાઈ ગયા હતા. માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ટીમ જામકંડોરણા દોડી આવી હતી અને ડાયવર્ઝન બનાવી રોડ પરનો બંધ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter