જામનગર કોર્ટે રાજકુમાર સંતોષીની અરજી ફગાવી

Wednesday 18th December 2019 05:58 EST
 

જામનગરઃ શહેરના એક ઉદ્યોગપતિ દ્વારા મુંબઈના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને ફિલ્મફેર એવોર્ડ વિજેતા રાજકુમાર સંતોષી સામે જામનગરની કોર્ટમાં રૂ. એક કરોડના ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ડિસમીસ કરવા માટે ડાયરેક્ટર દ્વારા કરાયેલી અરજીને જામનગરની અદાલતે ફગાવી દીધી છે. રાજકુમાર સંતોષીએ ફિલ્મ બનાવવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતા પોતાના મિત્ર જામનગરના એક અગ્રણી ઉદ્યોગપતિ પાસેથી એક કરોડ રૂ. ઉછીના લીધા હતા જેના બદલામાં રૂ. ૧૦ લાખના એક એવા ૧૦ ચેક આપ્યા હતા. આ તમામ ચેકો નાણાના અભાવે પાછા ફરતા ઉદ્યોગપતિ દ્વારા રાજકુમાર સંતોષીને નોટિસ મોકલાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter