જામનગર,ધ્રોલઃ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દેશમાં ધારાસભ્યો અને સાંસદો સામેના કેસ ઝડપભેર ચલાવવા હુકમ કર્યો છે. તે જોતાં તાજેતરમાં ધ્રોલની કોર્ટ દ્વારા વર્ષ ર૦૦૭માં ધ્રોલના સરકારી દવાખાનામાં તોડફોડ અને નુક્સાનીના કેસમાં અગાઉ કોંગ્રેસના અને હાલ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જીતુભાઈ શ્રીમાળી, કોંગ્રેસના તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, જયેશ ભટ્ટ, કરણસિંહ જાડેજા એમ પાંચને ગુનેગાર ઠેરવી છ માસ જેલ અને રૂ. ૧૦ હજાર દંડનો હુકમ ફરમાવ્યો હતો.પાંચને છ માસની જેલ સજા અને રૂ. ૧૦ હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો. એ પછી ધારાસભ્ય સહિતના પાંચે જણાએ જામીન મેળવ્યા છે.