જામનગરઃ જિલ્લાના મોટા થાવરિયામાં આઇઓસીએલની સલાયા-મથુરા પાઇપલાઇનમાં અચાનક ભંગાણથી લાખો લીટર કાચું ઓઇલ વહી જતાં ખેતરોમાં કાચા ઓઇલના તલાવડા ભરાઈ ગયા હતાં. મોટા થાવરિયા ગામમાં આઇઓસીએલના પંપ સ્ટેશન પાસે ૧૭મીએ સવારે સલાયા-મથુરાની પાઇપલાઇનમાં અચાનક ભંગાણ થતાં કાચું ઓઇલ વહેવાનું શરૂ થઈ ગયું હતું.
પાઇપ લાઇનમાં મોટા લીકેજના કારણે પાણીના પ્રવાહની જેમ કાચું ઓઇલ વહેવા લાગતાં આજુબાજુના ખેતરોમાં કાચા ઓઇલના તલાવડા ભરાઈ ગયા હતા.
૨૦ વર્ષ સુધી ખેતર નકામા
ઓઈલની પાઇપલાઇનમાં ભંગાણના કારણે ખેતર કાચા ઓઇલના તલાવડામાં ફેરવાતાં ખેતરના માલીક રમેશભાઈ ચોવટીયાએ જણાવ્યું હતું કે ૨૦ વર્ષ સુધી ખેતરમાં પાક નહીં થાય.