જામનગરના પ્રતિષ્ઠિત વેપારી પરિવારના ત્રણ સગા ભાઈઓને કોરોના ભરખી ગયો

Monday 07th September 2020 07:12 EDT
 

જામનગરઃ ગ્રેઈન માર્કેટના અગ્રણી વેપારી કો. કો. બેંકના ચેરમેન પ્રવીણભાઈ ચોટાઈ તેમજ તેમના અન્ય ત્રણ ભાઈઓ વિનુભાઈ ચોટાઈ, મનુભાઈ ચોટાઈ, હરિશભાઈ ચોટાઈ સહિત સમગ્ર પરિવારના કુલ ૧૧ સભ્યો કોરોના સંક્રમિત બન્યા હતા. તમામને જી. જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરાયા હતા. પ્રવીણભાઈ તેમજ પરિવારના અન્ય સાત સભ્યોએ કોરોનાને હરાવ્યો અને ઘરે આવી ગયા. સૌ હોમ આઈસોલેશનમાં છે, પરંતુ પ્રવીણભાઈના ત્રણ ભાઈઓને કોરોના ભરખી ગયો. વિનુભાઈનું હોસ્પિટલમાં મૃત્યુ થયા પછી પાંચ દિવસના અંતરમાં બીજા ભાઈ મનુભાઈએ પણ અંતિમ શ્વાસ લીધાં હતાં. ત્રીજા ભાઈ હરિશભાઈનું પણ સારવાર દરમિયાન છઠ્ઠીએ મૃત્યુ થયું હતું. પ્રતિષ્ઠિત વેપારી કુટુંબનાં ૩ ભાઈઓનાં મૃત્યુથી રઘુવંશી સમાજમાં પણ શોકની લાગણી ફેલાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter