જામનગરઃ રાજ્યનાં ચોથા પાસપોર્ટ કેન્દ્ર તરીકે જામનગરની મુખ્ય પોસ્ટ કચેરીમાં પાસપોર્ટ સેવાનું ઉદ્દઘાટન ૨૨મી ફેબ્રુઆરીએ સાંસદ પૂનમબહેન માડમના હસ્તે કરાયું હતું. ઉદ્દઘાટનમાં મુખ્ય પાસપોર્ટ અધિકારી સોનિયા યાદવ ઉપસ્થિત હતાં. જામનગર તથા દ્વારકા જિલ્લાની જનતાને પાસપોર્ટ કઢાવવા હવે છેક રાજકોટ સુધી લાંબુ થવું નહીં પડે. ડાક વિભાગ અને વિદેશ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ઉભા થઈ રહ્યાં છે. આ પ્રકારના પાસપોર્ટ સેવા કેન્દ્રો દાહોદ, પાલનપુર અને ભુજની પોસ્ટ ઓફિસમાં કાર્યરત કરાયાં છે. સોનિયા યાદવે જણાવ્યું હતું કે, આ
સેવા કેન્દ્રમાં પાસપોર્ટ બનાવવાના ડોક્યુમેન્ટ અને બાયોમેટિક વેરિફિકેશન સહિતની કામગીરી શરૂ થતાં લોકોને હવે છેક રાજકોટ સુધી જવું પડશે નહીં.