જામનગરઃ મ્યુનિસિપાલિટીની સામાન્ય સભા પૂર્વે ૨૧મી ઓગસ્ટે ટાઉન હોલના પટાંગણમાં ભાજપના નગરસેવક પહોંચ્યા તે સમયે પાલિકાના હાઉસટેક્સ શાખાના અધિકારી પણ આવી પહોંચ્યાં હતાં. એ સમયે અચાનક ભાજપના નગર સેવકે પટાંગણમાં જાહેરમાં હાઉસ ટેક્સના અધિકારીને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું અને લાફા - લાતો ઝીંકવા માંડી હતી. ભાજપના નગરસેવક અને હાઉસટેક્સના અધિકારી વચ્ચે જોકે કોઇ કારણોસર અંગત ખટકાગ હોવાથી બનાવ બન્યો હોવાનું અતરંગોએ જણાવ્યું છે.