જામનગરમાં વિશ્વની સૌથી મોટી વિશ્વકપ ક્રિકેટની ટ્રોફીનું નિર્માણ

Monday 23rd March 2015 07:51 EDT
 
 

જામનગરઃ વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે આ અઠવાડિયે પૂર્ણ થઇ રહી છે જામનગરમાં એક અનોખો રેકોર્ડ સર્જાશે. ક્રિકેટર જામ રણજીતસિંહજીના જામનગરમાં એઇટ વન્ડર્સ દ્વારા વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટ્રોફી બનાવીને તેને ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી નોંધાવી છે. આ ટ્રોફી ૪૧ ફૂટ અને ૧૧ ઇંચ ઉંચાઇ તેમ જ ૧૬ ફૂટ પહોળાઇ ધરાવે છે.

ભારતમાં ક્રિકેટની શરૂઆત કરનાર જામનગરના રાજવી જામરણજીતસિંહના નામે રણજી ટ્રોફી રમાડવામાં આવે છે. ક્રિકેટ ક્ષેત્રે શહેરને દાયકાઓથી સંબંધ છે. જામનગરે ભારતને સલીમ દુરાની, વિનુ માંકડ, અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજા જેવા ક્રિકેટરો આપ્યા છે. જામનગર સાથે ક્રિકેટ ક્ષેત્રે વધુ એક વખત વિશ્વકક્ષાના પ્રયાસમાં એઇટ વન્ડર્સ ગ્રૂપના પ્રિયાંક શાહ, ભરતસિંહ પરમાર, સુખદેવસિંહ જાડેજા, મુકેશ ચુડાસમા, કલ્પેશ વડાલીયા, હુશેનભાઇ, રવિરાજસિંહ જાડેજા દ્વારા અમરેકીના ૩૪ ફૂટ ૧૧ ઇંચ ઉંચી ક્રિકેટ વિશ્વકપની ટ્રોફીના રેકોર્ડને તોડવા જામનગરમાં તાહેરીયા મદ્રેસા અને રઘુવીરા કાર્બનની મદદથી એક મહિનાની જહેમત બાદ ૩૦૦ કિલો સ્ટીલ અને લોખંડના પાઇપ, ૧૫૦ કિલો સનમાઇકા, ૫૦ કિલો નટબોલ્ટ, ૫૦ કિલો સ્ટીલ પ્લેટ દ્વારા વિશ્વકપ ૨૦૧૫ની આબેહુબ ટ્રોફી તૈયાર કરવામાં આવી છે. જે ટ્રોફી એઇટ વન્ડર્સ ગ્રૂપ દ્વારા તેના પોટરી ગલીમાં આવેલા વર્કશોપમાં તૈયાર કરી ક્રેઇન દ્વારા ધનવંતરી મેદાનમાં રાખવામાં આવી હતી. અગાઉ આ ગ્રૂપ દ્વારા વર્લ્ડ રેકોર્ડની ત્રણ વસ્તુ બનાવી હતી. જેમાં ૧૪૫ કિલોની ભાખરી, ૮૬ ફૂટ અને ૩ ઇંચ લાંબી બાઇક તથા ૧૧,૧૧૧ લાડુનો પ્રસાદને ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter