ભાવનગરઃ ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીના ગઢ ભાવનગર જિલ્લાના મહુવા અને પાલિતાણા પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂટણી યોજાઈ હતી. જેમાં મહુવામાં ખુદ ભાજપના જ ૩ મહિલા સહિત ૭ સભ્યોએ ભાજપને મોટો આંચકો આપીને પક્ષપલટો કર્યો અને વિરુદ્ધમાં વોટિંગ કરતાં વર્ષોથી સત્તાનું સુકાન સંભાળનારી ભાજપને વિપક્ષમાં બેસવું પડશે. ભાજપના ૭ સભ્યોએ અંદરખાને ઓપરેશન પાર પાડતાં મહુવા નગરપાલિકામાં અઢી વર્ષ માટે હવે કોંગ્રેસ શાસન સંભાળશે. મહુવા નગરપાલિકામાં ૨૩ સભ્યોની બહુમતી સાથે સત્તાપર પર બેસનારા પક્ષ ભાજપને પછડાટ આપી કોંગ્રેસ સત્તા પર આવી છે.