માળિયામિંયાણા: જૂના ઘાંટીલામાં નવા તળાવની પાળ નીચે બાવળની જાડીમાં ૧૧ મોરનાં મૃતદેહો ફસાયેલાં જોવા મળ્યા હતા. દલિતવાસનો યુવાન કુદરતી હાજતે જતા ત્યાં અગિયાર જેટલાં મોર અને ઢેલનાં મૃત હાલતમાં મૃતદેહો જોઈને યુવાને દલિતવાસના સામાજિક કાર્યકર કાંતિલાલ રવજીભાઈ ચાવડાને જાણ કરી હતી. ગામના સરપંચ ચંદુભાઈ લક્ષ્મણભાઈ વિડજા અને દિલીપભાઈ ઠાકોરને પણ જાણ કરતા સરપંચ અને ગામના આગેવાનો ચોથી ફેબ્રુઆરીએ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મામલો ગંભીર જણાતા સરપંચે વનવિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તાત્કાલિક ફોરેસ્ટ અધિકારી સહિતની ટીમ ઘટનાસ્થળે આવી હતી. આ ટીમે નિરીક્ષણ કરતા કહ્યું કે, ઝેરી ખોરાક ખાવામાં આવી જતાં મોરનાં મોત થયાં છે. જોકે સાચું તારણ એફએસએલ રિપોર્ટ બાદ જ જાણવા મળશે એવું જણાવતાં સમગ્ર બનાવની તપાસ વનવિભાગે આદરી છે.