જૂનાગઢ નજીકના માલકણા પાસે પુલ તૂટતાં ૧૨નાં રેસ્ક્યુ

Wednesday 09th October 2019 07:46 EDT
 
 

જૂનાગઢઃ મેંદરડા-સાસણ રોડ પર મેંદરડાથી ૧૪ કિમી દૂર માલકણા ગામ પાસેનો સાબલિયા પુલ રવિવારે ધરાશાયી થયો હતો. જેમાં ૩ ફોરવ્હિલ નીચે પાણીમાં ખાબકી હતી. પુલની લંબાઈ ૬૦ ફૂટ હતી. જેમાંથી ૪૦ ફૂટનું જોડાણ તૂટી પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે મેંદરડા રોડ જૂનાગઢ-સાસણને જોડતો એકમાત્ર માર્ગ છે. પૂલ તૂટતાં ત્યાંથી પસાર થતી ત્રણ કાર ફસાઈ ગઈ હતી. ૧૦થી ૧૨ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા હતા. પાંચથી વધુને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગેની જાણ થતાં ગામ લોકોએ દોડી આવી ફસાયેલાઓને ઉગારવાની કામગીરી શરૂ કરી હતી. દરમિયાન મેંદરડાથી જાણવા મળ્યું હતું કે ઇજાગ્રસ્તોમાં અનિલભાઇ વલ્લભભાઇ બાંભરોલિયા, ભાવિશાબહેન અનિલભાઇ તથા દર્શન બાંભરોલિયા સહિત પાંચને ઇજા થઇ હતી.




to the free, weekly Gujarat Samachar email newsletter