જૂનાગઢઃ જૂનાગઢ વોર્ડ નં. ૬ ના ભાજપના કોર્પોરેટર અને સિંધી સમાજના અગ્રણી રાજુભાઈ નંદવાણીએ ૧૧ દિવસ કોરોના સામે જંગ લડ્યો અંતે તેઓ જિંદગીનો જંગ હારી જતાં ૨૩ જુલાઈએ વહેલી સવારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ગુજરાત સસ્તા અનાજ વેપારી એસો.ના મહામંત્રી અને સૌરાષ્ટ્ર-કચ્છ સસ્તા અનાજ વેપારી એસો.ના પ્રમુખપદે જવાબદારી નિભાવતા હતા.
ગત વર્ષે જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૬માં ભાજપના ઉમેદવા તરીકે વિજેતા થતાં ગત વર્ષે ૨૩મી જુલાઈએ જ તેઓનું વિજય સરઘસ નીકળ્યું હતું. તેઓ હંમેશા બીજાના દુઃખમાં ભાગીદાર બનવા માટે જાણીતા હતા.