જૂનાગઢના સ્ટેન્ડઅપ કોમેડિયનની ધરપકડ

Monday 04th January 2021 04:25 EST
 

ઇન્દોરઃ હિન્દુ દેવી-દેવતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અંગે અભદ્ર ટિપ્પણીના કેસમાં જૂનાગઢના સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકી વિરુદ્ધ ભાજપના ધારાસભ્યના પુત્રે પોલીસમાં કેસ કર્યો હતો. તેથી ઇન્દોર પોલીસે બીજી જાન્યુઆરીએ મુનવ્વર ફારૂકી અને અન્ય ચારની ધરપકડ કરી હતી. ઇન્દોરમાં ૫૬ દુકાન ક્ષેત્રના એક કેફેમાં નવા વર્ષ નિમિત્તે કોમેડી શો યોજાયો હતો. ભાજપના ધારાસભ્ય માલિની ગૌડના પુત્ર એકલવ્ય સિંહ ગૌડ તેમના મિત્રો સાથે શો જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન મુનવ્વર ફારૂકીએ કેટલીક અભદ્ર ટિપ્પણીઓ કરતાં એકલવ્યએ કાર્યક્રમ અટકાવી દીધો હતો. પોલીસમાં ફરિયાદ સાથે એકલવ્યએ વાંધાજનક ટિપ્પણીના વીડિયો ફૂટેજ પણ રજૂ કર્યાં હતાં. પોલીસે કહ્યું કે, અમે મુનવ્વર ફારૂકીની સાથે એડવિન એન્થની, પ્રખર વ્યાસ, પ્રિયમ વ્યાસ અને નલિન યાદવ નામના ચાર સ્થાનિકની પણ ધરપકડ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter