જૂનાગઢને પાણી પૂરું પાડતો હસ્નાપુર બંધ છ વર્ષે ઓવરફ્લો

Wednesday 18th September 2019 07:24 EDT
 
 

જૂનાગઢઃ ગિરનાર પાછળના વિસ્તારમાં આવેલો હસ્નાપુર ડેમ વરસાદના પાણીથી જ ભરાય છે. તેમાં કોઈ નદી-નાળાનું પાણી આવતું નથી. જૂનાગઢને પાણી પૂરું પાડતો હસ્નાપુર ડેમ ૧૪મીએ છ વર્ષ બાદ ઓવરફ્લો થયો હતો. આ ડેમમાં જૂનાગઢને દોઢ વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. તેમ છતાં મહાપાલિકા દ્વારા પાણી વિતરણનો એકાંતરા જ થાય છે. તાજેતરમાં જૂનાગઢ તેમજ ગિરનાર ક્ષેત્રમાં છેલ્લા બેથી ત્રણ સપ્તાહ સુધી વરસાદ પડયો હતો. જિલ્લાના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થઈ ગયા હતા, પરંતુ ગિરનારના પાછળના વિસ્તારમાં આવેલા હસ્નાપુર ડેમમાં કોઈ નદી-નાળા કે વોકળાના પાણીની આવક થતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter