જૂનાગઢ: જૂનાગઢનાં મેમણવાડામાં રહેતા મહંમદ યુનુસ ગિરાચનાં લગ્ન ૨૫ વર્ષ પહેલાં પાકિસ્તાનનાં કરાંચીમાં રહેતા ગુમરાડ મહંમદ ઇબ્રાહિમની પુત્રી મરિયમ સાથે થયાં હતાં. લગ્નનાં છેક ૨૫ વર્ષે ૬ ઓક્ટોબર ૨૦૧૭નાં રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મરિયમને ભારતીય નાગરિકતા આપી હતી. ભારતમાં લગ્ન કરનાર પાકિસ્તાની સ્ત્રીને નાગરિકતા જોઈતી હોય તો સૌપ્રથમ એલટીવી એટલે કે, લોંગ ટર્મ વિઝા મળતા હોય છે. જ્યાં સુધી નાગરિકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે દર બે વર્ષે વિઝા રિન્યુ કરાવવાનાં હોય છે. સંપૂર્ણપણે ભારતીય કાયદાકીય પ્રક્રિયા થઈ હોય ત્યારે જ ભારતનું નાગરિકત્વ મળી શકે છે. એવી કાયદામાં જોગવાઈ છે. મરિયમની ભારતીય નાગરિકત્વના દરેક કાગળ અને પુરાવા હવે તેની પાસે આવી ગયાં છે.