જેતલસરમાં મૂકબધિર યુવતી પર દુષ્કર્મ

Wednesday 11th July 2018 09:02 EDT
 

રાજકોટઃ જેતલસરમાં એક જ અઠવાડિયાના ગાળામાં રેપની બીજી ઘટના બની છે. થોડા દિવસ પહેલાં ગેંગરેપ કેસમાં ૧૦ આરોપીઓની ધરપકડ બાદ અને જાહેરમાં સરઘસ કઢાયા છતાં છઠ્ઠીએ મંદબુદ્ધિની મૂકબધિર યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છઠ્ઠીએ દુષ્કર્મ આચરાયું હતું. આ યુવતીએ ઈશારાથી આપવીતી વર્ણવતાં માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
જેતલસરમાં ૧૯ વર્ષની મંદબુદ્ધિની મુકબધિર યુવતી ઘરે એકલી હતી ત્યારે જબરદસ્તી તેના પર રેપના ગુનામાં દિલીપ ઉર્ફે કિનો મહેશભાઈ કોળી (ઉં.૨૧) અને દિલીપને મદદ કરનાર મનીષ રસિકભાઈ ખાંટ (ઉં. ૨૦)ની ધરપકડ કરાઈ છે. યુવતી એકલી હતી ત્યારે દિલીપ અને મનીષ તેના ઘરે આવ્યા હતા. મનીષ ઘરની બહાર નજર રાખવા ઊભો હતો અને દિલીપે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. દિલીપે બળાત્કાર પછી યુવતીને ધમકાવી હતી કે આ ઘટના વિશે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ અને એ પછી બંને ભાગી ગયા હતા.
યુવતીએ પોતાની સાથે બનેલો અણબનાવ ઈશારાથી માતાને સમજાવતાં માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને દિલીપ તથા મનીષને પકડી લેવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter