ગોંડલ તાલુકાના વાસાવાડ અને રાવણા ગામની સીમમાં આવેલી એક વાડીમાં એક વૃક્ષ વર્ષોથી ઊભું છે. ઝાડવા દાદા તરીકે પૂજાતા આ ઝાડનું નામ કે કૂળ કોઇ જ જાણતું નથી. જોકે આ વૃક્ષ સાથે એવી લોકવાયકા જોડાયેલી છે કે ડાળીઓ પર નવી કુંપળો ફુટશે અને ડાળી જે દિશામાં નમી પડશે એ દિશામાં વરસાદ સારો પડશે. સમયાંતરે આ વાયકા સાચી પણ પડતી રહી હોવાથી સ્થાનિક લોકો આ ઝાડવા દાદો અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ઘણા લોકો માનતા પણ માને છે, અને અહીં માનતા પૂર્ણ થયા બાદ પ્રસાદ કે નાણાં નહીં, પણ મીઠાની થેલી મુકવાની પણ અજીબ પરંપરા છે. શાયર જલન માતરીએ આથી જ તો લખ્યું છેઃ શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?, કુરાનમાં તો ક્યાંય પયગંબરની
સહી નથી.