રાજકોટ: રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના બંને પુત્રો પરિવાર સાથે પશ્વિમ બંગાળ ફરવા માટે ગયા હતા ત્યારે ફલાઈટ ચૂકી જવાના કારણે વોલ્વો બસમાં મુસાફરી કરીને પરત આવતા હતા. એ વખતે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં લલિતભાઈનાં પુત્ર વિશાલ કગથરાને ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજયું હતું.
અકસ્માતની જાણ કોંગ્રેસી કાર્યકરોને થતાં મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને ઉમટી પડયાં હતાં અને મૃતદેહ પરત લાવવા વહીવટીતંત્ર સાથે સંકલન કરવામાં આવ્યું હતું.
લલિતભાઈના પુત્રો વિશાલ તથા તેના ભાઈ રવિ સહિતના લોકો પરિવાર સાથે પશ્ચિમ બંગાળ ફરવા ગયા હતા અને જયાં આગળ કોલકતાથી ફલાઈટમાં અમદાવાદ પરત આવવાના હતા, પણ ફલાઈટ ચૂકી ગયા અને વોલ્વોમાં બહેરામપુર આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને જાણ થયા પછી તેઓ લલિતભાઈને મળ્યા
અને ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.