રાજકોટઃ ટીવી સિરિયલ ‘ઉતરન’થી લાઈમ લાઈટમાં આવેલી ટેલિવિઝન અભિનેત્રી ટીના દત્તાએ એક કાર્યક્રમ માટે ૯મી ડિસેમ્બરે રાજકોટની મુલાકાત લીધી હતી. ૯મી સવારે તે મુંબઈથી રાજકોટ જેટ એરવેઝની ફ્લાઇટમાં આવી રહી હતી ત્યારે તેના સહયાત્રીએ તેની સાથે જાતીય સતામણી કરી હોવાનો આરોપ તેણે મૂકીને પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, મુંબઈથી રાજકોટ આવતી વખતે મારી બાજુની સીટમાં બેઠેલા મુસાફરે મારી જાતીય સતામણી કરી હતી અને ફ્લાઇટ ક્રૂએ માત્ર સીટ બદલી આપી હતી. તે મુસાફર સામે કોઈ પણ ખાસ કાર્યવાહી કરી નહીં.