ટ્રાફિક વોર્ડન અને તેના પરિવારના સભ્યો દ્વારા યુવાનની હત્યા

Wednesday 01st May 2019 07:19 EDT
 

રાજકોટઃ ભીમરાવ નગરમાં રહેતા દલિત યુવાન મુરારી મકવાણાની પાડોશમાં રહેતા ટ્રાફિક વોર્ડન અને તેના પરિવારના સભ્યોએ છરીના ઘા મારીને હત્યા કરી હોવાની ફરિયાદ પોલીસમાં મુરારીના ભાઈએ લખાવી છે. મુરારીની સગીર બહેનની પડોશમાં રહેતા ટ્રાફિક વોર્ડને છેડતી કરતાં મુરારીએ ટ્રાફિક વોર્ડન ઈશુને ટકોર્યો હતો. જેનું વેર રાખીને તાજેતરમાં મુરારી બપોરે બારેક વાગ્યે તેના ઘેર ઊંઘતો હતો ત્યારે ઈશુ ઉર્ફે ડબ્બુ ભરત મકવાણા તેના ભાઈઓ અનિલ મકવાણા, પ્રફુલ્લ ઉર્ફે ભૂપો મકવાણા અને પિતા ભરત મકવાણા મુરારીના ઘરે ધસી આવ્યા હતા. ઊંઘતા મુરારી મકવાણાને આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા અને હત્યા કરી નાંખી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter