જૂનાગઢઃ અગતરાયની દૂધની ડેરીમાં એક સમયે રોજ ૩ કિલો પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ દૂધ ભરવા માટે થતો હતો, પરંતુ હવે પ્લાસ્ટિકની કોથળીનો વપરાશ નહીંવત બની ગયો છે કારણ કે આ ડેરીએ જે લોકો પોતાનું વાસણ લઈને આવે તેમને જ દૂધ વેચાતુ મળે છે. ડેરી સંચાલક ગિરીશભાઈ જેઠુરભાઈ કુવાડિયા અને દિવ્યેશભાઈ ગોવિંદભાઇ કુવાડિયા આ અંગે કહે છે કે, ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યા પછી લોકોમાં પણ હવે જાગૃતિ આવી છે અને સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળી રહ્યો છે. આ ઉપરાંત આ ગામમાં રોજ ૧૨૦૦ લીટર દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે અને લીટર દીઠ રૂ. ૪૫થી ૬૦ ભાવ મળે છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ પશુપાલકોને આર્થિક મદદ પણ કરાય છે.
સ્વૈચ્છિક જાગૃતિને પ્રોત્સાહન
તંત્ર દ્વારા પ્લાસ્ટિકના વેચાણને લઈને ચેકિંગ થાય છે અને જો પ્લાસ્ટિક પોલિથીન મળે તો દંડ ફટકારવામાં આવે છે. જોકે બાદમાં ફરી જ પ્રતિબંધિત પલાસ્ટિકનું વેચાણ શરૂ થઈ જાય છે. દુકાનદારો અને ગ્રાહકોમાં સ્વૈચ્છિક જાગૃતિ આવે એ માટે પ્રયત્નો કરાય છે પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવી શકાય.