જામનગર: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ જામનગર જિલ્લાના મોટી લાખેણી ગામમાં રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવા માટે મહિલાઓ સાથે પરિસંવાદ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં રિવાબાએ જણાવ્યું હતું કે પુરુષોએ પણ ઘરકામમાં મદદ કરવી જોઇએ. આ પ્રકારના વિધાનથી વિવાદ જાગ્યો છે. તેમણે કાર્યક્રમમાં સ્ત્રી - પુરુષમાં ભેદભાવ હોવો જોઇએ નહીં તેમ જણાવીને ઉમેર્યું હતું કે પુરુષ સાવરણી પકડે તો તેમાં કંઇ દરબારીપણું જતું નહીં રહે. તલવાર અને બંદુકના બદલે પુરુષો જમ્યા પછી થાળી ઉપાડે તો તેમાં કંઇ પુરુષત્વ ઘટી નહીં જાય.
રિવાબાના આ વિધાનથી વિવાદ જાગ્યો છે. તેમજ કરણીસેનાએ પણ રિવાબાના આ વિધાન અંગે નાખુશી દર્શાવી છે. પોતાના વિધાનના સમર્થનમાં રિવાબાએ વધુમાં જણાવ્યું હતું કે હું જ્યારે રોટલી બનાવતી હોઉં છું ત્યારે રવિન્દ્ર ચા પણ બનાવી લે છે. આમાં ખોટું શું છે?