જામનગરઃ જામનગર પાસેના માધાપર ભૂંગામાં માત્ર ૩ ફૂટની ઊંચાઈ ધરાવતા જાફર ખમીશા કક્કલ (૨૨) અને હમીદા હાસમ સિપાઈ (૨૦) નામના ત્રણ ફૂટનું કદ ધરાવતા દુલ્હનના નિકાહ પઢવામાં આવ્યા હતા. આ દુલ્હા-દુલ્હન ખૂબ જ ગરીબ પરિવારના હોવાથી માધાપર ભૂંગા વિસ્તારના સર્વે નાગરિકોએ એકત્ર થઈને બંનેના ધામધૂમથી નિકાહ પઢાવ્યા હતા.
આ દુલ્હા-દુલ્હન જન્મથી જ કદમાં નાના હતા અને પુખ્ત થઈ જવા છતાં પણ હજુ માત્ર ત્રણ ફૂટની બંનેની હાઈટ છે. દુલ્હાના પિતા માછીમારી કરે છે જ્યારે દુલ્હનના પિતા પણ ગરીબ પરિવારના છે અને મજૂરી કરે છે. આ નિકાહમાં દુલ્હાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
ભૂંગાના લોકોએ મોટરકાર સાથે વરરાજાનો વરઘોડો કાઢ્યો હતો લોકો વરઘોડામાં જોડાયા હતા અને કોઈ ધનિક પરિવારના નિકાહ હોય તેવો માહોલ બનાવી દીધો હતો.