રાજકોટઃ વેરાવળની બોટો મહારાષ્ટ્ર, ગોવા, કેરાળા તરફ માછીમારી કરવા જાય છે ત્યારે ૧૫મી ઓગસ્ટથી શરૂ થતી માછીમારીની પહેલી જ સિઝનમાં વેરાવળની ૧૫૦૦ જેટલી ફિશીંગ બોટ દક્ષઇણ ભારતનો દરિયો ખેડવા નીકળી ગઈ હતી.
દક્ષિણ ભારતનો દરિયો ખેડવા ૧૫મી ઓગસ્ટે નીકળેલા વેરાવળ પંથકના દસેક હજાર માછીમારો અને ખલાસીઓ પોતાની ૧૫૦૦ જેટલી બોટ સાથે ફસાઈ ગયા છે. કેરળ અને કોચીમાં વિનાશકારી વરસાદ અને દક્ષિણ ભારતના દરિયામાં અત્યાર સુધી ન જોયેલો હોય એવો કરંટ જોવા મળતા વેરાવળના માછીમારોએ તાબડતોબ ગોવા નજીક રાયગઢ, રત્નાગીરી, જયગઢ વગેરે બંધરો પરબોટ લાંગરી દીધી હોવાના સમાચાર છે.
જોકે તોફાની દરિયામાં બેથી ત્રણ બોટે જળસમાધિ લીધી હોવાની વિગતો જાણવા મળી છે.