ભાવનગર: જિલ્લામાં આવેલા ઘોઘા તાલુકાના બે ગામો દરકા અને કુકડના દરબારો વચ્ચે પાણી વ્યવહાર બંધ એટલે કે જેને અપૈયા કહેવાય છે તે થઈ ગયા હતા તેમાં પૂજ્ય પ્રમુખસ્વામીજીએ બંને ગામોના દરબારોની વચ્ચે મતભેદો દૂર કરાવીને સદભાવના કેળવવાની શીખ આપી હતી.
બીએપીએસ દ્વારા સર્જિત ભાવનગર ખાતેના અક્ષરવાડી મંદિરના નિર્માણની ગાથા પણ નિરાળી છે. મંદિરના નિર્માણમાં સંતો અને હરિભક્તોએ વિક્રમજનક રીતે ૨૧ લાખ કલાકો પરિશ્રમ કરીને મંદિર તૈયાર કર્યું હતું. ડિસેમ્બર-૧૯૮૨માં પ્રમુખ સ્વામી મહારાજના ૬૨મા જન્મ મહોત્સવની ભાવનગર શહેરમાં એ વી સ્કૂલના મેદાનમાં દબદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અવસરે શોભાયાત્રામાં ભાવનગરના ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. ભાવનગર માટે એક યાદગાર સંભારણું બની રહેશે.