વિસાવદરઃ જૂનાગઢ જિલ્લાના વિસાવદરનાં મોટી મોણપરીમાં ભાગવત સપ્તાહમાં આવેલા દાનવીરનું ગામ લોકોએ ચાર વખત હાથીની અંબાડી પર બેસાડી સન્માન કર્યું હતું.
મોટી મોણપરીમાં ગત સપ્તાહે ઠેસીયા પરિવારનાં કુળદેવી ધુનાવાળી ખોડીયાર માતાજીનાં મંદિરે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન થયું હતું. આ પ્રસંગે મૂળ અમરેલીનાં અને સુરત સ્થાયી થયેલા જેરામભાઈ પરસોતમભાઈ ઠેસીયા દંપતીએ ખાસ હાજરી આપી હતી. આ દંપતીએ આરોગ્ય, શિક્ષણ, બેટી બચાવો, જળસંચય સહિતની પ્રવૃત્તિઓ અને વતન માટે રૂ. સાત કરોડથી વધુ રકમનું દાન કર્યું છે અને વધુ દાન આપી રહ્યા છે. મોટી મોણપરીમાં જ રૂ. એક કરોડથી વધુની સખાવત કરી છે. આ દાનવીર દંપતીનું ગામ લોકોએ ૪ દિવસમાં ૪ વખત હાથીની અંબાડી પર બેસાડી સન્માન કર્યું હતું.