અમદાવાદઃ વર્ષ ૨૦૧૦માં ગીરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને અમદાવાદની સીબીઆઈ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને તાજતેરમાં ગુજરાત હાઈ કોર્ટમાં પડકારવામાં આવી છે.
આ કેસ અંગેની વધુ સુનાવણી અગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. તેવું કોર્ટ દ્વારા જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે ૨૦મી જુલાઈ ૨૦૧૦ના રોજ ગુજરાત હાઈ કોર્ટ બહાર બાઈક પર આવેલા બે હુમલાખોરોએ અમિત જેઠવાની ગોળીઓ મારીને હત્યા કરી હતી. અમિત જેઠવાએ ગીરમાં ગેરકાયદેસર રીતે થતાં ખનન મુદે કેટલીક આરટીઆઈ કરી હતી જેમાં પૂર્વ સાંસદ દિનુ બોઘાનું નામ સામે આવ્યું હતું.
સીબીઆઈ કોર્ટ દ્વારા આરોપી દિનુ સોલંકી, શાર્પ શૂટર શિવા સોલંકી, સહિત ૭ આરોપીઓને આજવીન કેદ ફટાકરી હતી. ૬ જુલાઈના રોજ સીબીઆઈ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. દરમિયાન પૂર્વ સાસંદ દિનુ બોઘા સોલંકીને અમદાવાદ સીબીઆઈ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને હાઈ કોર્ટમાં પડકારાઈ છે.