અમદાવાદઃ ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના સાગરીતો દ્વારા તેમની સામે અવાજ ઉઠાવનારને ડરાવવા, ધમકાવવા અને હત્યા પણ કરાવી નાંખવાના આક્ષેપ સાથે હાઈ કોર્ટ સમક્ષ થયેલી રીટની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવાનો આદેશ કરાયો છે. એક જ અઠવાડિયામાં દીનુ બોઘા સામેના બે કેસોની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવાનો હાઇ કોર્ટે આદેશ કર્યા છે. થોડા સમય પહેલાં કોડીનારના એક મુસ્લિમ કુટુંબ પર દીનુ બોઘા સોલંકીએ ટોળા સાથે હિંસક હુમલો કર્યો હોવાની તપાસ પણ સીઆઇડી ક્રાઇમને સોંપી છે.