કોડીનાર: હરમડિયા ગામે દેવીપૂજક પરિવાર પાંચમીએ રાત્રે આરામ કરતો હતો. પરિવારની ત્રણ વર્ષની દીકરી નેહા ફળિયામાં રમતી હતી. એ સમયે એકાએક દીપડો ત્યાં ધસી આવ્યો હતો અને નેહાને ગળેથી પકડીને ભાગ્યો હતો. નેહાના દાદીમાનું ધ્યાન પડતાં બૂમાબૂમ કરી મૂકી. ત્યાં હાજર સૌ દોડયા ત્યારે દીપડો ઝાંખરાઓમાં સંતાઈ ગયો. લોકોએ બૂમાબૂમ કરતાં દીપડો બાળકીને છોડીને નાસી ગયો હતો. બાળકીને હોસ્પિટલે લઈ જવાઈ હતી. ફરજ પરના તબીબે બાળકીની સારવાર શરૂ કરી ત્યારે બાળકીનું હૃદય બંધ પડી ગયેલું જણાયું હતું, પણ તબીબે સતત પમ્પિંગ કરતાં બાળકીનું હૃદય ફરી ધબકતું થયું હતું. બાળકીને જીવતદાન તો મળ્યું પણ દીપડાના દાંત અને નહોર વાગવાના કારણે તેને ૩૦ ટાંકા આવ્યા છે.