વીરપુરઃ સંત જલારામબાપાની જન્મજયંતી હંમેશાં દાન, પુણ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઊજવાય છે. સૌરાષ્ટ્રના વીરપુરમાં જલારામબાપાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જ્યાં ૨૮મી ઓક્ટોબરે જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણીસંગમ રચાયો હતો. જલારામબાપાનો જન્મદિવસ કારતક સુદ સાતમ છે. આ દિવસે જ તેમની જન્મજયંતી તિથિ પ્રમાણે ખૂબ જ શ્રદ્ધાથી શ્રદ્ધાળુઓ ઊજવાય છે. આ વર્ષે પણ સૌરાષ્ટ્રમાં જલારામ જયંતીએ વીરપુર, ગોંડલ, મોરબી, વિસાવદર, ડોળાસા, ટંકારા, માણાવદરમાં જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
ભેટ સોગાદનો સ્વીકાર નહીં
જલારામ બાપાના ધામ વીરપુરમાં જલારામ જયંતીએ લાખ્ખો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. વર્ષોથી પરંપરા છે કે વીરપુર જલારામ મંદિરમાં બપોરે
અને સાંજે અન્નક્ષેત્ર ખૂલ્લું હોય છે અને લોકો ભાવથી જમે છે, પણ આ મંદિરમાં ભેટ, સોગાદ અને રોકડનો સ્વીકાર થતો નથી.