રાજકોટઃ કૃષિમાં વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના કારણે અનેક રોગથી લોકો પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મનસુખભાઈ સુવાગિયાએ પોતાની કંપની ફ્લોટેક સબમર્સિબલ પંપના સંકુલમાં ૧૦ ગીર ગાયને ઉછેરીને તેના ગોબર, મૂત્ર અને ખાટી છાશથી ખેતીને પ્રોત્સાહન આપ્યું છે. ૧૫ વર્ષથી દેશી ગાય આધારિત ખેતીના કારણે રીંગણ, ગલકાં, દૂધી, તૂરિયા જેવાં ઓર્ગેનિક શાકભાજી તેઓ ઉગાડે છે. તેઓ રાજકોટ અને મુંબઈના ૧૦૦ જેટલા મિત્રોને પણ અવારનવાર આ શાકભાજી આપે છે. મનસુખભાઈનું કહેવું છે કે દેશી ગાય આધારિત કૃષિથી કેન્સર સહિતના ગંભીર રોગથી માનવજાતને બચાવી શકાય છે. દેશના ૧૦ હજારથી વધુ ગામ સુધી જળક્રાંતિ, ગીર ગાય ક્રાંતિ ફેલાવનારા મનસુખભાઈએ આ વર્ષે પણ દેશી ગાય આધારિત શાકભાજીનો ઓર્ગેનિક પાક લીધો છે. તે આ તસવીરમાં લૂમઝૂમતો જોવા મળે છે.