દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરને ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં રૂ. ૧૨.૯૪ કરોડની આવક થઈ છે. ગત વર્ષની સરખામણીએ રોકડ અને ચાંદીમાં પણ વધારો થયો છે, જોકે સોનાની આવકમાં ઘટાડો નોંધાયો છે. મંદિરની વાર્ષિક આવક રૂ. ૧૨,૯૪,૨૧,૪૫૯ની નોંધાઈ છે જે ગત વર્ષ કરતાં લગભગ રૂ. ત્રણેક કરોડ વધુ છે જયારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માત્ર ૬૯૧ ગ્રામ જેટલું સોનું દાનમાં આવ્યું હતું. જો કે ગત વર્ષ કરતાં ચાંદીમાં લગભગ બમણી આવક થતાં ૪૯ કિલો ૯૮૨ ગ્રામ જેટલી ચાંદી મંદિરને પ્રાપ્ત થઈ હતી.