દ્વારકાઃ જગત મંદિર પરિસરમાં આવેલા બળરામજીના મંદિરમાં ૧૯મી મેએ વહેલી સવારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગતાં ચાંદીના દરવાજા, આભૂષણો, ઈલેક્ટ્રિક ચીજો ખાખ થઈ હતી. જોકે બલરાજીની મૂર્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.
ફરજ પરના સિક્યુરિટી જવાનને વહેલી સવારે ૫.૩૦ વાગ્યે આગ લાગવાની જાણ થતાં તેણે દ્વારકાધીશ મંદિરના પૂજારી, શારદામઠના દંડી સ્વામી અને દ્વારકાધીશ મંદિરની દેવસ્થાન સમિતિ અને ફાયર સ્ટાફને જાણ કરી હતી. એ પછી તુરંત જ હાજર લોકોએ ભોગ ભંડારમાંથી પાણીની ડોલ અને ઘડાની મદદથી આગ પર પાણી છાંટવાનું શરૂ કર્યું હતું. અડધા કલાકમાં આગ કાબૂમાં આવી જતાં જાનહાનિ ટળી હતી.
મંદિરમાં લાગેલી આગમાં ચાંદીના દરવાજા, આભૂષણો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે ભગવાન બલરાજીની મૂર્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.