ધીરૂ સરવૈયાની પરણિત પુત્રી અલ્પાબહેન ભાલિયાનું ભેદી મૃત્યુ

Wednesday 04th July 2018 08:06 EDT
 

રાજકોટ: હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયાના રાજકોટમાં રહેતાં પરિણીત પુત્રી અલ્પાબહેન જીજ્ઞેશભાઇ ભાલિયાનું ૨૮મીએ ભેદી સંજોગોમાં મૃત્યુ થયું હતું.
રાજકોટમાં રહેતા અલ્પાબહેનને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પણ તબીબી સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. અલ્પાબહેનના લગ્ન છ વર્ષ પહેલાં જીજ્ઞેશભાઇ ભાલિયા સાથે કરવામાં આવ્યા હતાં. તેઓ એક પુત્રનાં માતા હતાં. પોલીસને જણાવવામાં આવ્યું છે કે, ૨૮મી જૂને સવારે તે તેના ઘેર એકાએક બેભાન થઇ ગયાં હતાં. તેમને સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાંથી તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. ત્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ યુવતીના હોઠ અને પગના તળિયા કાળા પડી ગયા હોવાથી તેણે એસિડ જેવું કોઇ જલદ પ્રવાહી પી લીધાની શંકા ઉભી થઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter