જૂનાગઢઃ કેશોદમાં ધારા ટ્યૂશન ક્લાસિસમાં ધો. ૧૦ - ૧૨ના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવતા ક્લાસિસના સંચાલક સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો ૧૬મીએ દાખલ કર્યો છે. કોરોનાના લીધે ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ માટે બોલાવવા છૂટ અપાઈ આપી છે, પરંતુ ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓને મનાઈ છે. ક્લાસિસમાં સંચાલક - અમુક વિદ્યાર્થીઓએ માસ્ક પણ પહેર્યા નહોતા.