ધોરાજીઃ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રેરણા અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ધોરાજી બીએપીએસ સ્વામીનારાયણ મંદિરનો દ્વિતીય પાટોત્સવ સંતોના સાંનિધ્યમાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં વિદ્વાન સંત જ્ઞાનવત્સલ સ્વામીજીએ ‘દૈનિક જીવનમાં તનાવ અને વ્યવસ્થાપન’ વિશે આધ્યાત્મિક શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું. ધોરાજીના જૂનાગઢ રોડ પરના બીએપીએસ સ્વામીનારાયણ મંદિર રવિવારે પાટોત્સવ મહાપૂજા વિધિ સવારે ૮થી ૯ કલાક સુધી અને ભવ્ય અન્નકૂટ દર્શન બપોરે ૧૧થી સાંજે ૭ સુધી અને પાટોત્સવ સત્સંગ સભા સાંજે ૫થી ૭ સુધી ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા.