ધંધુકાઃ પીપળ ગામની દીકરી અને અમેરિકામાં સ્થાયી થયેલી ડો. મેઘનાબા ચૂડાસમા અમેરિકામાં કોરોનાના દર્દીઓની સારવાર કરતી રહી, પરંતુ મેઘનાની ડિલીવરી દરમિયાન તેનું મૃત્યુ તાજેતરમાં થયું હતું. મેઘનાએ બાળકને જન્મ આપ્યો અને પોતે આ દુનિયાને છોડીને ચાલી ગઈ. મેઘનાના પરિવારે જણાવ્યું કે, ડો. મેઘનાબાએ અમેરિકામાં જ ઉચ્ચ પ્રતિષ્ઠિત મેડિકલ ડિગ્રી મેળવી હતી. મેઘનાબાના પિતા મહેન્દ્રસિંહ ચુડાસમા દુબઈ છે. મેઘનાના નિધન અંગે ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ દુ:ખ વ્યક્ત કર્યું છે.