નાના ભાયાસરમાં સિંહની ત્રિપુટીનો તરખાટ

Saturday 02nd January 2021 12:03 EST
 

રાજકોટઃ જિલ્લામાં સિંહની ત્રિપુટીએ છેલ્લા એકાદ મહિનાથી પણ વધુ સમયથી ડેરા તંબુ તાણ્યા છે. બીજી જાન્યુઆરીએ રાત્રે નાના ભાયસર ગામમાં સિંહ જોવા મળ્યાં હતાં. સિંહોએ બીજીએ પણ એક પશુનું મારણ કરીને મિજબાની માણી હતી. સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિનામાં ૩૫થી વધુ પશુનાં મારણ કર્યાં છે. જેથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખેતર જતાં પણ ડરે છે. જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે ગિરનારના જંગલમાંથી આવેલા ૧૦ સાવજના ગ્રૂપે પણ ગૌશાળામાં પડાવ કરીને ૧૦ વાછરડાંના મારણ કર્યાંનો બનાવ તાજો છે. સાવજો જેતપુરમાં આગળ વધે તેવી શક્યતાને કારણે વન વિભાગ સક્રિય થયું હતું. જોકે આખું ગ્રૂપ ફરી ગિરનાર તરફ જતું રહ્યું હતું. જોકે સિંહ રહેણાક વિસ્તારમાં વિહરતાં લોકો ભયભીત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter