જામનગરઃ ધ્રોલની ભાગોળે આવેલા માતાજીના મંદિરે નર્સ અને તેના પતિ દર્શનાર્થે જતા હતા. તે સમયે નિર્જન માર્ગ પર બાઇક પર ધસી આવેલા બે નરાધમોએ તેમને આંતરી લીધા હતા. પતિને છરી બતાવી તેને માર માર્યો હતો અને દંપતીના મોબાઇલ ઝૂંટવી લીધા હતા. એ પછી પરિણીતાને છરી બતાવી બાઇક પર વચ્ચે બેસાડીને તેનું અપહરણ કરી તેને નિર્જન સ્થળે લઇ ગયા હતા. ત્યાં પીડિતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બનાવની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ તેમજ LCBએ તરત જ નાકાબંધી કરીને બંને આરોપીઓ નામચીન કાદર ઉર્ફે ઓઢિયો અને તેના સાગરીત અઝરુદ્દીન ઉર્ફે અજુડોને પકડી લીધા હતા. આ ઘટના અંગે ૧૯મી ઓક્ટોબરે ધ્રોલમાં સ્થાનિક લોકોએ સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.