રાજકોટઃ રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ માર્ચ ૨૦૧૭માં પ્રાપ્ત કરનાર અને મે મહિનાથી ગુજરાત સાહિત્ય અકાદમી સહિતની છ અકાદમીનું અધ્યક્ષપદ સંભાળનારા ખ્યાત સાહિત્યકાર, ઈતિહાસ-સંશોધક, વરિષ્ઠ પત્રકાર અને અધ્યાપક વિષ્ણુભાઈ પંડ્યાનું આગામી દસમી ઓક્ટોબરે જૂનાગઢમાં અભિવાદન થશે. જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટી તેમજ આ જિલ્લાની ૧૦૦ જેટલી સંસ્થા ‘સોરઠના સંતાન’નું સન્માન કરશે. કુલપતિ નૈયાણીના નેતૃત્વમાં આયોજિત આ સમારંભમાં મોરારિબાપુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. ‘ગુજરાત સમાચાર’ના માનદ્ તંત્રી તરીકે પણ કાર્યરત વિષ્ણુ પંડ્યાનો જન્મ ૧૪મી સપ્ટેમ્બર, ૧૯૪૫ના રોજ આ જિલ્લાના માણાવદર નગરમાં થયો હતો.