ગોંડલઃ ગુણાતીત નગરમાં રહેતા અભી જગદીશભાઈ સાટોડિયા પોતાનો જન્મદિન દર વર્ષે અલગ રીતે ઉજવે છે. બે વર્ષ પહેલાં યુવાને જણાવ્યું કે મારે ગોંડલને એક લાઈબ્રેરીની ભેટ આપવી છે. પિતાએ રૂ. લાખના ખર્ચે અદ્યતન લાઈબ્રેરી બનાવી આપી. જે લાઈબ્રેરી વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયામાં સ્થાન પામી છે. લાઈબ્રેરીમાં ૩૫૦૦ પુસ્તકો, ૭૦૦ ફિલ્મો, ૧૦૦૦ મોટીવેશનલ વીડિયો તેમજ ૪૦૦૦ ઇબૂક કલેક્શનનો સમાવેશ થાય છે.
અભિનવ ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે લાઈબ્રેરી ચલાવતા અભી સટોડિયાનો જન્મદિવસ આગામી ૧૪મીએ હતો. તેના પિતા જગદીશભાઈએ જ્યારે પૂછ્યું કે બેટા, તારે શું જોઈએ છે ત્યારે અભિએ જવાબ આપ્યો કે તમારી પાસે જે દારૂની પરમિટ છે તે નશાબંધી શાખામાં જમા કરાવી આપો તે મારા માટે જીવનની મોટી ભેટ હશે અને પિતાએ પુત્રની વાત કબૂલી હતી.