પબુભા જાહેરમાં મોરારિબાપુની માફી માગેઃ સાધુ-સંતોની રૂપાણી સાથે ચર્ચા

Friday 03rd July 2020 06:57 EDT
 
 

ગાંધીનગરઃ કથાકાર મોરારિબાપુ પર દ્વારકામાં હમલાનો પ્રયાસ કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક મોરારિબાપુની માફી માગે અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ સાથે રાજ્યભરના સાધુ-સંતોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે ૨૯મી જૂને મુલાકાત કરી હતી.
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, દૂધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ, નિમ્બાર્ક પીઠ, લીંબડીના લલિતકિશોર શરણજી સહિત દસથી બાર અગ્રણી સાધુ સંતોએ રાજ્યમાં સંતો ઉપર થતા હુમલાના બનાવ અટકાવવા માટે અને સંતોને રક્ષણ મળેતે માટે કડક કાયદો બનાવવા પણ મુખ્ય પ્રધાનને રજૂઆત કરી હતી. સાધુ સંતોએ ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રધાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સાથે બેઠક કરી હતી અને એ પછી મુખ્ય પ્રધાન સાથે પણ મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાન સાથેની બેઠક બાદ લલિતકિશોર શરણજીએ જણાવ્યું હતું કે અમારી રજૂઆતના પગલે સરકાર તરફથી આતરી અપાઈ છે કે પબુભા જાતે મહુવા જઇને મોરારિબાપુની માફી માગશે. સાધુ સંતોના રક્ષણ માટે કાયદો લાવવા પણ સરકારે આશ્વાસન આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter