અમદાવાદ: દ્વારકા વિધાનસભા ચૂંટણીને ગુજરાત હાઇ કોર્ટે રદ કરી છે ત્યારે હવે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના ધારાસભ્ય તરીકેના તમામ અધિકાર છીનવી લેવામાં આવ્યા છે. તેમના પગાર સહિતના લાભો વિધાનસભા દ્વારા બંધ કરવામાં આવ્યા છે. વિધાનસભાએ પે એન્ડ અકાઉન્ટ વિભાગને આ અંગે જાણ કરી છે. કોર્ટના ચુકાદા બાદ તરત પગાર બંધ કરવાની લેખિતમાં જાણ કરાઇ હતી. મહત્ત્વનું છે કે, એફિડેવિટમાં ભૂલ હોવાથી પબુભા સામે ચૂંટણીમાં હારેલા મેરામણ ગોરિયાએ હાઇ કોર્ટમાં અરજી કરી હતી.
અરજી બાદ ગુજરાત હાઇ કોર્ટે દ્વારકા વિધાનસભા ચૂંટણીને રદ કરી હતી. જો કે પબુભા માણેકે ગુજરાત હાઇ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને ત્યાંથી પણ પબુભા માણેકને ફટકો પડયો હતો અને સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો.