બગદડિયાઃ સીમમાંથી પરપ્રાંતીય મજૂર દંપતીનાં શબ મળતા ભારે ચકચારમચી છે. બગદડિયા ગામે કાળુભાઈ બોરીચાની વાડીમાં ગયા મહિને જ મજૂરી કરવા આવેલા મૂળ મધ્ય પ્રદેશના વતની લલિતા સોલંકી (ઉ. વ. ૨૫) અને મહેશ સોલંકી (ઉ. વ. ૨૭) અને તેમના પુત્ર રિકેશ સાથે મજૂરી કરવા આવ્યા હતા ત્યારે દંપતીની શંકાસ્પદ હાલતમાં વાડીના મકાન પાસે જ લાશ મળી આવી હતી. જે અંગે કોટડાસાંગાણી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.