ઓખાઃ ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારતીય સરહદો પર સેના દ્વારા એલર્ટ જાહેર છે, એ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયામાં અજાણી બોટમાં આતંકવાદીઓ આરડીએક્સના બોક્સ સાથે આવતા હોવાની માહિતી પરથી કોસ્ટગાર્ડ, કસ્ટમ, નેવી અન મરીન પોલીસ સતર્ક બની હતી. ઓખા મરીન પોલીસની ટીમે ૨૪મી નવેમ્બરે આ અજાણી બોટનું ચેકિંગ કરી તેમાંથી પાંચ આતંકવાદીઓને આરડીએક્સના ચાર બોક્સ સાથે ઝડપી લીધા હતા.
આતંકવાદીઓની પૂછપરછ કરાતા તેઓ દ્વારકા મંદિર પર હુમલો કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. બોટ સફીના અલહુસેનીને ઓખા બંદરે લવાઈ ત્યારે તેમાં ભારતીય સુરક્ષા એજન્સીના માણસો નીકળતા તમામ એજન્સીઓએ રાહતનો દમ લીધો હતો. સાગર સુરક્ષા અંતર્ગતની આ મોકડ્રીલ સફળ રહી હતી. સુરક્ષા ઓફિસરે મરીન પોલીસની કામગીરીને બિરદાવી હતી.