પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત

Wednesday 16th September 2020 07:29 EDT
 

ભેંસાણઃ તાલુકાના છોડવડી ગામના બાબુભાઈ રાજાભાઈ પોંકિયા (ઉ. વ. ૫૮) અતિવૃષ્ટિથી પાકમાં થયેલી નુકસાનીથી મુશ્કેલીમાં આવી ગયા હતા. નુક્સાનીથી ભયભીત ખેડૂત ખેતરમાં એકલા હતા ત્યારે તેમણે કેરોસીન છાંટી સળગી જઈને ૧૧મી સપ્ટેમ્બરે આપઘાત કરી લીધો હતો. તેમના પરિવારજનોએ પ્રાથમિક તારણ રજૂ કરતા એવું જણાવ્યું હતું કે, મૃતક ખેડૂત ખેતીકામ કરતા હતા. તેમની અલગ અલગ જગ્યાએ આવેલી ૧૯ વીઘા ખેતરમાં ૩ વિઘામાં ડુંગળી અને ૧૬ વિઘામાં કપાસ, તુવેરનું વાવેતર કર્યું હતું. જે ભારે વરસાદને લીધે નિષ્ફળ ગયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter